રાજકોટમાં કોગ્રેસ દ્રારા જીત નિશ્ચિત સંમેલનનું આયોજન

રાજકોટ ખાતે કોગ્રેસ દ્રારા  નિશ્ચિત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસના નેતા, રાજકોટ શહેર પ્રમુખ, નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં શકિત સિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણી સમયેજ રાજકોટમાં એઇમ્સનો લોલીપોપ આપવા આવે છે. ત્યારે ભાજપનો વિકાસ રધવાયો થયો છે. આથી જ સોશિયલ મીડિયામાં વિકાસને લઈને રમૂજ મેસેજ ફરતા થયા હતા. શકિતસિંહ ગોહિલ નર્મદા યાત્રાને લઈને જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત 2016માં ભાજપ દ્રારા115 ડેમ ભરવાની ગુલબગો ફેંકવામાં આવી હતી. પણ હજી સુધી 5 થી 7 ડેમોજ ભરાય છે. તેમજ આ સંમેલનમાં કોગ્રેસના નવ નિયુત પદાધિકારીઓને આવકાર અભિવાદન આપવામાં આવ્યો હતો. સમેલમાં શહેરના વરિષ્ઠ આગેવાનો, શહેર કોગ્રેસ સમિતિ, મહિલા સમિતિ, યુવા કોગ્રેસ, એન એસયુઆઈ સહિતના કોગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોગ્રેસ કાર્યકરોએ સંમેનમાં કોગ્રેસ આવે છે તેવા નારા લગાવવામાં આવ્યા હતા.