રાજકોટ: ઠેર-ઠેર નર્મદા રથ ફેરવી મહોત્સવની ઉજવણી

રાજય સરકાર દ્વારા ઠેર-ઠેર નર્મદા રથ ફેરવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇ  શહેરના વોર્ડ નં. ૧૩ માં આજે સવારે રાજકોટ ૭૦ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને ભાજપના કાર્યકરો સાથે નર્મદા યાત્રા નીકળી ત્યારે આ જ વોર્ડ ના કોંગ્રેસના કોર્પોરેટરો જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા તથા આગેવાનો, વિસ્તારવાસીઓ દ્વારા ધારાસભ્યના કાફલા પર ગંદુ પાણી ફેંકી તથા પીવાનું પાણી આપો અને પછી  નર્મદા યાત્રાનો વિરોધ કરતાં  બેનરો પ્રદર્શીત  કર્યા હતા.