રાજકોટ : રૂ ૧૦.૩૪ લાખના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ૫ ઝડપાયા

રાજકોટ રેન્જ આઈ.જી વિભાગ દ્વારા દ્વારકાના અરભડામાં ડ્રગનું મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.  જામનગર,  દ્વારકા અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પ્રતિબંધિત કેમિકલનું ઉત્પાદન કરવામાં આવતું હતું.  જે અંગે ગુપ્ત માહિતી મળી હતી. રેન્જ આઈ.જીના માર્ગદર્શન હેઠળ આર.આર.એલ દ્વારા દ્વારકાના આરંભડા અને રાજકોટના રાવકીમાં દરોડો પાડીને કુલ રૂપિયા 10.34 લાખના પ્રતિબંધિક કેમિકલ ડ્રગના જથ્થા સાથે 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન હારુન સોરા નામના વ્યકતિના કબ્જા માંથી પણ નાર્કોટિક્સ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી મળી આવતા તંત્રની પણ પોલ ખુલ્લી પડી હોવનું ધ્યાને આવ્યુ હતું. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા આ ફેક્ટરી કોના સંચાલન હેઠળ ચાલે છે તે જાણવાની દિશામાં શોધખોળ આરંભી હતી.