રાજકોટ હાઇવે પર અકસ્માત

 લીંબડી રાજકોટ હાઇવે પર આવેલ બોડીયા ગામ પાસેની બનેલ ઘટના ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં 1ડોક્ટર પુરુષ તેમજ મહિલા ડોક્ટરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ, તથા તેમાં મહિલા અને નાની બાળકીને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ આ અકસ્માતમાં ઇજા પામેલ બન્ને ઇજા ગ્રસ્તોની હાલત ગંભીર હોવાને કારણે તેઓને વધુ સારવાર અર્થે લીંબડી હોસ્પીટલની એમ્બયુલન્સમાં અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બગોદરા નજીક લીંબડી સિવિલ હોસ્પીટલની એમ્બ્યુલન્સનું ટાયર ફાટતાએમ્બ્યુલન્સના ડ્રાઈવર હરપાલસિંહએ બગોદરા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અર્થે જાણ કરેલ પણ બગોદરા હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ આપવા સ્પષ્ટ ના કહેવામાં આવી હતી. ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવરની સુજબુજથી તાત્કાલિક 108 ને ફોન કરવામાં આવ્યો ત્યારે 108 દ્વારા બન્ને ઈજા ગ્રસ્તોને અમદાવાદ રીફર કરવામાં આવ્યાં ત્યારે વધુ ઇજા એક બાળકીને હોવાથી તેનું પણ મોત નીપજ્યું હતું. આમ બગોદરા હોસ્પિટલ દ્વારા ગંભીરતા નહીં દાખવતાં એક બાળકીએ જીવ ગુમાવ્યો હતો.