રામ રહીમના ભક્તો વિષે ચોંકાવનારો ખુલાસો

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામરહીમ પર દુષ્કર્મના આક્ષેપ સાબિત થયા પછી આશ્રમની ભીતરની વાતો બહાર આવી હતી. ડેરામાં માત્ર બાબા જ નહીં પણ તેમના ગુંડા પણ મહિલાઓ સાથે જબરજસ્તી કરતા હતા. બાગપતના બરનવામાં ખેડૂતોની જમીન પચાવી પાડીને ડેરાની સ્થાપના થઈ હતી. જમીન હડપ કરવા ક્રૂરતા આચરતા રહેલા બાબાના ચેલાઓના કરતૂત વિશે એક પીડિતાએ આપબીતી કહી હતી.  બાબાના ચેલાઓ દ્વારા દુષ્કર્મનો શિકાર બનેલી મહિલાએ 27 વર્ષ પહેલાં તેના પર થયેલા જુમલાની માંડીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે બાગપત બરનાવામાં 1980માં ડેરા સચ્ચા સૌદાની સ્થાપના થઈ હતી. 10 વર્ષ પછી રામરહીમ ડેરા પ્રમુખ બનતાં જંગલ ખાતાની જમીન પર પણ કબજો કરી લીધો. તે મહિલાએ કહ્યું, ‘અમારા ખેતરો શેખપુરામાં હતા. તે જમીનોને બાબાએ હડપવાનું શરૃ કર્યું. જે ખેડૂત વિરોધ કરે તેનું જીવવું હરામ થવા લાગ્યું. જંગલમાં પશુઓ માટે ચારો લેવા જતી મહિલાઓની મારપીટ થતી હતી. તેમની સાથે દુષ્કર્મ પણ થતા હતા. તે લોકો કહેતા હતા કે મોઢું ખોલ્યું તો મારી નાખશે. તે વાતને ૨૭ વર્ષ થયા છે પણ અમારા ઘા આજે પણ દૂઝે છે. રામ રહીમ જેલમાં જતાં ન્યાયની સંભાવાના જોવા મળી હતી. ગામલોકોએ અધિકારીઓને મળીને કાર્યવાહીની માગણી કરી હતી.