રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો આજે અંતિમ દિવસ, ખોડલધામ જશે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. જામનગર અને રાજકોટ બાદ હવે રાહુલ ગાંધી આજે સુરેન્દ્રનગરમાં જશે અને સભાને સંબોધશે.રાહુલ ગાંધી આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલાના મા ચામુંડાના દર્શન કરશે અને ત્યારબાદ ખેડૂતોની સભાને સંબોધશે. લોકોની માગણી અને આકાંક્ષાઓને જાણવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધી જસદણ ખાતે લોકો સાથે સંવાદ કરશે. સુરેન્દ્રનગર બાદ પાટીદારોના આસ્થાના કેન્દ્ર સિદસર- કાઅને ખોડલધામ ખાતે પણ દર્શન કરવા રાહુલ ગાંધી જશે.પાટીદારો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ રાહુલ ગાંધીની ખોડલધામની યાત્રા સૂચક બની રહેશે.રાહુલ ગાંધીએ રાજકોટમાં પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, દુકાનોમાં મેડ ઈન ઈન્ડિયાને બદલે મેડ ઈન ચાઈનાનો સામાન મળી રહ્યો છે.