રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, રાજકોટ ખાતે રોડ શોનું આયોજન

રાહુલ ગાંધી હાલમાં ગુજરાતના પ્રવાસે આવેલ છે. રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીઓના અનુસંધાને સૌરાષ્ટ્રની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ ગઇ કાલે દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. દ્વારકાથી જામનગર સુધી બાય રોડ ગામડાઓની મુલાકાત લીધી હતી. આજે રાહુલ ગાંધીના પ્રવાસનો બીજો દિવસ છે. રાહુલગાંધી મોરબીના ટંકારામાં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચશે. જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીનું રાજકોટમાં એક રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શહેરના હેમુ ગઢવી હોલમાં વેપારીઓ સાથે રાહુલ ગાંધી તેમની સમસ્યાઓને લઇને ચર્ચા વિચારણ કરશે. રાહુલ ગાંધી રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે.