વડોદરાઃ મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા બ્રિજ પર બે મહિનામાં પડ્યો 7 ફૂટનો ભૂવો

આજથી બરોબર બે મહિના પહેલા પૂર્વે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા શાસ્ત્રીબ્રિજ ઉપર આજે સવારે 7 ફૂટનો ભૂવો પડ્યો હતો. ભૂવો પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એના કારણે વાહનચાલકો તેમજ નોકરી-ધંધાર્થે જનારા લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બે મહિનામાં બ્રિજ ઉપર ભૂવો પડતા બ્રિજની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા હતા.શહેરના ગેંડા સર્કલથી પોલિટેકની કોલેજને જોડતો બ્રિજ હતો. જે બ્રિજ શાસ્ત્રી બ્રિજ તરીકે ઓળખાય છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઇ જુના શાસ્ત્રી બ્રિજની બાજુમાં રૂપિયા 30.39 કરોડ ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજનું લોકાર્પણ તા.26 મે-2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બ્રિજ ઉપર આજે સવારે 7 ફૂટનો ભૂવો પડ્યો હતો.