વડોદરાઃ રામનાથ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો

વડોદરા જિલ્લાના પોર નજીક રામનાથ ગામની સીમમાં કલ્યાણ ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસ માં ૭૦થી ૮૦ ગાયોનો તબેલો પણ આવેલો છે. થોડા દિવસ પહેલા આ તબેલામાંથી દીપડો એક વાછરડાને ખેંચી ગયો હતો. ફાર્મ હાઉસના માલિક માલિક પરેશ પટેલને જાણ થતાં તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તબેલાની બાજુમાં એક ખુલ્લી જગ્યા પીંજરું ગોઠવામાં આવ્યું. આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જેને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દ્વારા આલમગીર ખાતે આવેલા વન ચેતના કેન્દ્રમાં ખસેડાયો હતો. દિપડો પાંજરો પુરાતાં ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વનવિભાગ દ્વારા આ દીપડાને સલામત સ્થળે ખસેડવામાં આવશે.