વડોદરા: યાત્રાધામોના દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત સર્જાયો

વડોદરામાં બોડેલીના રાજપીપળા રોડ પર તાંદલજા ગામ પાસે બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં સવાર મહારાષ્ટ્રના જલગાંવના પાટીલ પરિવારના 10 પૈકી 3 અને ડ્રાઇવર સહિત ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.જ્યારે અકસ્માતમાં ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. મહારાષ્ટ્રના જલગાંવના પાટીલ પરિવારન ગુજરાતના યાત્રાધામોના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો