વડોદરા : રૂ.૨૦ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સેલના પેટ્રોલપંપ પાસે સિક્યોર વેલ્યુ કંપનીની વાનમાંથી રૂ. 20.50 લાખ ઉપરાંતની ચોરી કરનાર જાણભેદુ બુકાનીધારી લૂંટારાઓનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. આમાં કેશવાનમાંથી રૂ. 20 લાખનો થેલો લઈને ફરાર થયેલ લૂંટારુમાંથી અજય પરમારની રૂ.15 લાખ રોકડા સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કેશવાનના ડ્રાઈવરની આમાં સંડોવણી બહાર આવી છે જેના પગલે કેશવાનના ડ્રાઈવર અને અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.