વારાણસી: નરેન્દ્ર મોદી કરશે ‘પશુ આરોગ્ય મેળા’ નું ઉદ્ઘાટન

Varanasi: Prime Minister Narendra Modi addresses during a function for the launch of various developmental projects, in Varanasi, Uttar Pradesh on Friday. PTI Photo / PIB (PTI9_22_2017_000182A)

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસ પર છે. પી.એમ. મોદી  અહિયાં શહેરની નજીકના શહંશાહપુરમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ પીએમ મોદી ખેડૂતોની એક જનસભાને પણ સંબોધિત કરશે, સ્થાનિક લોકોમાં વડાપ્રધાનના પ્રવાસને લઈને ઘણો ઉત્સાહ છે અને પ્રશાસન તરફથી પી.એમ. મોદી ના પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.વારાણસીના પ્રવાસ પર વડાપ્રધાન મોદી યુપી સરકારની લોન માફી યોજના હેઠળ કેટલાક ખેડૂતોને સર્ટીફિકેટ પણ આપશે. આ સાથે જ કેટલાક લોકોને હાઉસિંગ લોનનું પ્રમાણપત્ર પણ વહેચવામાં આવશે. પીએમ જ્યાં પશુધન કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન જ્યાં પણ જાય છે તે કેન્દ્ર સરકારના સૌથી મોટા કાર્યક્રમ સ્વચ્છતા મિશનમાં હિસ્સો જરૂર લે છે.પીએમ મોદીએ શુક્રવારે વારાણસી પ્રવાસ ના પ્રથમ દિવસે વારાણસીથી વડોદરા સુધી ચાલનાર મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં નવરાત્રીના અવસર પર રામાયણ પર એક પોસ્ટ ટીકીટ જારી કરી હતી. વડાપ્રધાને કાલે અહિયાં માનસ મંદિર અને દુર્ગા કુંડ મંદિરે જઈને પૂજા-અર્ચના પણ કરી હતી.