શરમીન સેહગલ અને જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીને આગામી ફિલ્મમાં લોન્ચ કરશે

સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં બે નવા ચહેરા લોન્ચ કરશે. તે ફિલ્મમાં પોતાની બહેન બેલા સેહગલની દીકરી શરમીન સહગલની સાથે જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીને કાસ્ટ કરશે. જો કે, કઈ ફિલ્મથી તેઓને લોન્ચ કરશે તે વાત હજુ નક્કી થઇ નથી. ભણસાલી પ્રોડક્શન્સના સીઈઓ પ્રેરણા સિંહે જણાવ્યું કે, બેનરે શરમીનને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી છે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીએ પોતે શરમીનને કેમેરા ફેસ કરવાની ટ્રેનિંગ આપી છે. મિઝાને અગાઉ ભણસાલી સાથે ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. અગાઉ સોનમ કપૂર અને રણબીર કપૂર જેવા સ્ટાર કિડ્સને પણ ભણસાલીએ લોન્ચ કર્યા છે જે તેમની સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.