સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાના લીબલા ડેમમાં પાણી ભરતાં વાજતે-ગાજતે વધામણાં.

છેલ્લાં અગિયાર વર્ષથી સુજલામ સુફલામ કેનાલને લઈને લીબલા ડેમ  ખાલી ખમ રહેતાં આજુબાજુના આવેલ 35 ગામેને સિંચાઇના પાણીની સમસ્યાઓ ઉભી થઇ હતી. જેને લઈને ગામજનો દ્વારા પ્રાંતિજ-તલોદના કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને રજુઆતો કરવામાં આવતી હતી. ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં તથા લેખિતમાં રજુઆતો કરવામાં આવમાં આવી હતી. 10 કરોડ મંજુર કરાવી સાઇફન બનાવી ગેટ મુકી ડેમમાં પાણી નાખવાની રજુઆતો કરી હતી. જયારે કામ પુરૂ થતા ચાલુ સાલે વરસાદ પડતાં ડેમની સપાટી 24 ફુટમાંથી 12 ફુટ સુધી પાણી ભરતાં ખેડૂતોમાં ખુશી જોવાં મળી હતી અને લીબલા, કતપુર સહિતના 35 ગામોના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા કતપુર ખાતે આવેલ મહાકાલી મંદિર ખાતે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં મહેન્દ્રસિંહ બારૈયા સહિત કોંગ્રેસના જીલ્લા પ્રમુખ, તાલુકા શહેર પ્રમુખ સહિત તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોનું ગ્રામજનો ખેડૂતો દ્વારા ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.