સુરત:યુવા ક્રિકેટરનું શ્રીલંકામાં મોત

શહેરનાં ગોડાદરા વિસ્તારમાં રહેતા તરૂણ નરેન્દ્ર સોઢા ક્રિકેટરનું શ્રીલંકામાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાંથી મોત નીપજ્યું છે. શ્રીલંકામાં સુરતની મૈત્રી એકેડેમીની ટીમ સાથે ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા ગયેલાં મૂળ જેસલમેરનાં માનસિંગ સોઢાનાં પુત્ર નરેન્દ્રનું મોત થયું.નરેન્દ્રનાં પિતાએ ગર્વ સાથે પોતાનાં દીકરાની સફરને મિત્રો સાથે શેર કરતાં ફોટો શેર કર્યા હતાં અને  ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.