સુરત: ઓવરબ્રીજ પર કાર સળગતા ૨ કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

સુરતમાં રીંગરોડ ફ્લાય ઓવરબ્રિજ પર એક કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેથી બનાવને લીધે ફ્લાય ઓવરબ્રિજ પર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે સદનસીબે સમય સુચકતા પરીવાર કારની બહાર ઉતરી જતા બચાવ થયો હતો. જ્યારે આગના પગલે 2 કિમી જેટલો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો.