સુરત : જેલના યાર્ડમાં ઘૂસેલા સાપે એકને માર્યો ડંખ

સુરતમાં લાજપોર જેલના એક યાર્ડમાં ઝેરી સાપ ઘૂસી ગયો હતો. જેથી કેદીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન એક કેદીએ તેને પકડવાનો પ્રયાસ કરતા ડંખ માર્યો હતો. જોકે કેદીએ સાપને પકડી પાડ્યો હતો. ત્યારબાદ કેદી અને સાપને લઈને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.