સુરત : મોટા વરાછામાં મોડી રાત્રે તંગદીલી

મોટા વરાછા આંનદધારા ચોક નજીક કેટલાક અજાણ્યા ઇસમોએ બાઇક સવારને ફટકારી બાઈકમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી. જેના પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. રાત્રે બનેલી આ ઘટના બાદ મઘરાત્રે લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉતરી પડતાં વાતાવરણ તનાવગ્રસ્ત થઇ ગયું હતું. ભેગા થયેલા લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં માહોલ ગરમાયો હતો. જેને લઇ ઉશ્કેરાયેલા લોકોએ ગાડીઓમાં આગ ચાંપી ઠેર ઠેર ટાયર સળગાવ્યા હતા.