સુરત: મોદીના જન્મ દિવસે ૩૦૦૦ વિદ્યાર્થીઓ તેમના ચેહરાની રચશે આકૃતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મા જન્મ દિવસની સુરતમાં યાદગાર ઉજવણી કરવા માટે મોદીના ચહેરાનું હ્યુમન ફોર્મેશન બનાવાશે. એટલે કે સ્કૂલ-કોલેજના 3000 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને વડાપ્રધાનના વિશાળ ચહેરાની આકૃતિની રચના કરશે, જેને ડ્રોન કેમેરા ઉડાડી એલઈડી પર લાઈવ દર્શાવાશે. ઉજવણી સફળ બનાવવા માટે ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે આશાદીપ વિદ્યાલય ટ્રસ્ટી મુકેશ સહિતના અગ્રણીઓ કાર્યરત છે. 3000 જેટલાં બાળકો ઓરેન્જ-વ્હાઈટ-ગ્રીન કેપ અને ચશ્મા પહેરી એ રીતે ઊભા રહેશે કે જેથી વડાપ્રધાનના ચહેરાનું વિશાળ ચિત્ર આકાર લેશે. એટલું જ નહીં આ વિદ્યાર્થીઓ ‘આઈ એમ ન્યૂ ઈન્ડિયા’ વંચાય તે રીતે ઊભા રહેશે ત્યાર બાદ મ્યુઝિક વાગતાં જ ‘હેપી બર્થ ડે મોદીજી’ એવું વંચાશે. આવો પ્રયાસ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કરાશે.