સુરત: લગ્નના નામે યુવકોને ફસાવતી ટોળકીએ કર્યું એવું કારસ્તાન

લગ્નના નામે યુવકોને જાળમાં ફસાવ્યા બાદ મોટી રકમ લઇને નાસી જતી ટોળકી સક્રિય છે. ભૂતકાળમાં યુવકો સાથે લગ્ન કર્યા બાદ ઝાંસો આપી પત્ની સાગરિતો સાથે મળી લાખો રૃપિયા લઇને લઇની ભાગી છૂટી હોવાના કિસ્સા પણ ગ્રામીણ કહો કે આદિવાસી પટ્ટી પર બનવા પામ્યા છે. આવો જ એક કિસ્સો કાપોદ્રા પોલીસ મથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. મોટાવરાછાના યુવક સાથે લગ્ન કર્યાના ત્રણેક મહિના બાદ પત્ની રોકડા ૧.૨૬ લાખ લઇ નાસી છૂટી હતી. પોલીસે પત્ની, તેણીની માતા સહિત સાતેક સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે.