સુરેન્દ્રનગર : વિજય રૂપાણીના હસ્તે નર્મદાયાત્રાનો પ્રારંભ

રાજ્યમાં આજથી 15મી સપ્ટેમ્બર સુધી મા નર્મદા મહોત્સવનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે. મા નર્મદાયાત્રાની રથયાત્રા રાજ્યના 24 જિલ્લાઓ અને 7 મહાનગરોમાં ફરશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગરથી રથને પ્રસ્થાન કરાવી પ્રારંભ કરાવશે. રાજ્યના 24 જિલ્લાના 8500 જેટલા અંદાજે ગામોમાં નર્મદા રથયાત્રા જશે જ્યાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ જોડાશે. 16મીએ રથ કેવડિયા પહોંચાશે. 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે નર્મદા ડેમનું લોકાર્પણ કરશે.