સોમનાથ: મહાદેવની બાજુમાં બન્યું વિશાલ રામ મંદિર,દશેરાએ પ્રાણ પ્રતિષ્ઠા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી ત્રિવેણી સંગમ તરફ જતા હરીહરવનની બાજુમાં આવેલા પરશુરામ મંદિરની બાજુમાં બન્યું શ્રી રામ મંદિર. આશરે 70 હજાર ચોરરસ ફુટના વિસ્તારમાં શ્રી રામ ભગવાનના મંદિરનું નિર્માણ થઇ ગયુ છે . જ્યારે આ વિશાળ મંદિરને માત્ર 3 વર્ષના ટુંકા સમયગાળામાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર બનાવવા માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર તૈયાર કરેલી ડિઝાઇન મુજબ ગ્રાઉન્ડ ખ્લોરમાં સભાખંડ અને પ્રથમ માળે શ્રી રામ મંદિર બનાવવામાં આવ્યું છે.