સૌથી પાવરફુલ મહિલાઓની યાદીમાં મહિલા કિક્રેટર મિતાલી રાજને મળ્યું સ્થાન

આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા આઈસીસી મહિલા વિશ્વ કપમાં ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડનાર કેપ્ટન મિતાલી રાજને બીબીસીએ વર્ષ 2017ની સૌથી પ્રભાવશાળી 100 મહિલાઓની યાદીમાં સામેલ છે. વર્ષ 2017ની સૌથી વધારે પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં મિતાલી સિવાય એમ્બાઈબ કંપનીની સીઈઓ અદિતિ અવસ્થી, લેખિકા ઈરા ત્રિવેદી અને છેલ્લા આઠ વર્ષોથી તિહાડ જેલમાં બાળકોને ભણાવનાર શિક્ષિકા તુલિકા કિરણ તેમજ અન્ય ભારતીય મહિલાઓ છે.