સૌરાષ્ટ્ર રાજકોટ વાસીઓ માટે ખુશીના સમાચાર

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ દેશની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) રાજકોટને ફાળવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ નજીક ખંઢેરી પાસે રૂ.1250 કરોડના ખર્ચે નવી હોસ્પિટલનો આરંભ થશે અને આગામી 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે એમ ગુરુવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ નજીક ખંઢેરી પાસે એઈમ્સ માટે જમીન ફાળવવામાં આવશે રૂ.1250 કરોડના ખર્ચે 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે.હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે એઈમ્સને લીધે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે. એઈમ્સના કારણે હાર્ટ ડિસિઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ બનશે. મેડિકલ ટુરિઝમને વેગ મળશે. આથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં રિઅલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ક્ષેત્રમાં તેજી આવશે.
રોજગારીની નવી તકો ઊભી થશે.