સ્પતાહના અંતે બાદશાહોની કમાણી, ૪૩.૬૩ કરોડ

અજય દેવગણની ફિલ્મ બાદશાહો બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ કલેક્શન કરવામાં સફળ રહી છે. ફર્સ્ટ વીકેંડમાં આ ફિલ્મે ૪૩.૬૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. જેનાથી ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગણ, ઈમરાન હાશ્મી સહિતની સ્ટાર કાસ્ટ પણ ખુશ છે. ફિલ્મે શુક્રવારે પ્રથમ દિવસે ૧૨.૦૩ કરોડ, શનિવારે ૧૫.૬૦ કરોડની કમાણી કરી હતી. જ્યારે રવિવારે ફિલ્મ ૧૬ કરોડનુ કલેક્શન કરવામાં સફળ રહી છે. આમ, પ્રથમ વીકેન્ડમાં ફિલ્મે કુલ ૪૩.૬૩ કરોડનું કલેક્શન કર્યુ છે.  બોક્સ ઓફિસ પર ફિલ્મને પહેલાથી જ ૩૦ ટકા ઓપનિંગ મળી ચુકી છે. ફિલ્મના કલેક્શન પરથી એવુ લાગી રહ્યુ છે કે ફિલ્મ પ્રથમ સપ્તાહમાં જ તેનો મેકિંગ ખર્ચ ૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. આ પહેલા રીલીઝ થયેલી અજય દેવગણની ફિલ્મ શિવાય, દ્રશ્યમ અને એક્શન જેક્શનને સારી ઓપનિંગ મળી નહતી. છેલ્લે અજય દેવગણને ૨૦૧૪માં આવેલ સિંઘમ રીટર્નમાં સારી ઓપનિંગ મળી હતી, જે ફિલ્મે ૧૫૮ કરોડની કમાણી કરી હતી.