હરિયાણા : હાઈકોર્ટે રાધેમાં વિરૂદ્ધ એફઆરઆઈ દાખલ કરવાનો આપ્યો આદેશ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે પંજાબ પોલીસને રાધે મા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ફગવાડાના રહેવાસી સુરેન્દ્ર મિત્તલની અરજીને ધ્યાનમાં લેતા એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.. મિત્તલે દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, રાધે મા તરફથી તેમને સતત ધમકીઓ મળી રહી છે કે, તેઓ તેમના વિરુદ્ધ ન બોલે. સુરેન્દ્રનું કહેવું છે કે, તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ મામલાની ગંભીરતા જોતા કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. સાથે જ 13 નવેમ્બર સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, પોલીસ તપાસ કરીને જણાવે કે આ મામલામાં અપરાધિક મામલો બને છે કે નહિ. જો અપરાધિક મામલો બને છે તો પોલીસે અત્યાર સુધી એફઆઈઆર દાખલ કરીને રાધે મા વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરી. ઉલ્લેખનીય છે કે, ડેરા સચ્ચા સૌદાનો પ્રમુખ ગુરમીત રામ રહીમના જેલમાં ગયા બાદ હવે ખુદને દેવી બતાવનાર રાધે માની મુશ્કેલીઓ વધી શકે છે.