હાર્દિક ની “સંકલ્પ યાત્રા” સામે ભાજપની ગુજરાત “ગૌરવ યાત્રા”

હાર્દિક પટેલ ગુરૂવારે ભાજપના વિરોધમાં અમદાવાદથી સોમનાથ સુધી ‘સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. જેમાં તે સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ યાત્રાને બરાબરની ટક્કર આપવા ભાજપ પણ ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની શરૂઆત કરશે. ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલના ગામ બોરસદથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરાવશે. આ યાત્રાની તમામ જવાબદારી નીતિના પટેલ ઉપર રહેશે. જેમાં 140 વિધાનસભા સીટોને આવરી લેવામાં આવશે.