“18 હજાર 688 સ્કૂલો હવે વર્ષમાં બે વાર પરીક્ષા લેશે”

18 હજાર 688 સ્કૂલો હવે વર્ષમાં બે વાર પરીક્ષા લેશે. તેમનું નામ ટર્મ-1 અને ટર્મ-2 રહેશે.તેના આધારે બધી સ્કૂલે રિપોર્ટ કાર્ડ પણ એક જેવું જ આપશે.નવમા ધોરણ માટે એક્ઝામ સિસ્ટમ અને રિપોર્ટ કાર્ડ દસમા ધોરણ જેવા રહેશે.આ સિસ્ટમ 2017-18 થી જ લાગુ થશે. મંગળવારે આ સિસ્ટમનો પ્રોફોર્મા સ્કૂલોને આપી દેવાં આવ્યો હતો.સીબીએસઇના ચેરમેન આર.કે. ચતુર્વેદીએ જણાવ્યું કે અમારો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે.તેમણે સ્પષ્ટ કર્યું કે નવી સિસ્ટમમાં પણ આઠમા સુધી કોઇ વિદ્યાર્થીને ફેઇલ નહી કરવામાં આવે.જોકે, 32 થી ઓછા માર્ક્સ હશે તો ‘ઇ’ ગ્રેડ સાથે સુધારની જરૂર છે તેમ પણ લખવામાં આવશે.છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી ત્રણ ભાષાઓ અને બે વિષયો ભણાવવામાં આવશે.નવમા ધોરણમાં બે ભાષાઓ અને ત્રણ વિષયો ભણાવવામાં આવશે.નવા રિપોર્ટ કાર્ડ પર સીબીએસઇ સાથે સ્કૂલનો લોગો પણ હશે.મહત્વનુ છે કે,છઠ્ઠા ધોરણથી જ 10મા બોર્ડની તૈયારી થઇ શકે.2017-18 થી 10મા ધોરણમાં ગ્રેડિંગ ખતમ કરીને નંબર સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.અને પેટર્ન બદલવાનો હેતુ છઠ્ઠા ધોરણથી જ 10મા માટે તૈયારી કરાવવાનો છે.જેથી રિપોર્ટકાર્ડ એક જ જેવું હોવાને કારણે માઇગ્રેશન (સ્થળાંતર) કરીને બીજારાજ્યોમાં જનારા વિદ્યાર્થીઓનું એડમિશન સહેલાઇથી થઇ જશે સાથે રિપોર્ટકાર્ડ ઓનલાઇન રહેશે.