અમદાવાદના પાલડી વિસ્તારમાં 22 વર્ષીય યુવતિનો આપધાત….

અમદાવાદના પાલડી વિસ્તારમાં 22 વર્ષીય યુવતિનો આપધાત કરતા ચકચાર મચી જવા પામી હતી.પાલડી વિસ્તારમાં આવેલા આમ્રપાલી ટાવરના 8 માં માળે થી જાનકી રાઠોડ નામની યુવતિ એ આપધાત કર્યો હતો. યુવતી બાજુનાં વિસ્તારની રહેવાસી છે અને આમ્રપાલી ટાવર માં ઘરકામ અને રસોઈ બનાવવાનું કામ કરતી હતી ફલેટના રહીશોના જણાવ્યા અનુસાર યુવતિ બે વર્ષથી આ ટાવરમાં કામ કરતી હતી અને અનેક ઘરોમાં ઘરકામ કરતી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બોડીને પી.એમ માટે વિ.એસ હોસ્પીટલમાં મોકલી આપી છે.