આવતી કાલે દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્દઘાટન…

ભરૂચની ધરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળ પર તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચની ધરા ઉપર આવતી કાલે દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્દઘાટન કરવા તેમજ સાથે સાથે દહેજ ખાતે ઓપેલ કંપનીના પ્લાન્ટનું ઉદ્દઘાટન પણ કરવામાં આવનાર છે. જે સંદર્ભમાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે તડામાર તૈયારીઓ આરંભી છે.મક્તમપુર કૃષિ કેદ્ર ખાતે પોલીસનો ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો છે સાથે સાથે સભા સ્થળ ઉપર સુરક્ષાના ભાગ રૂપે રેંજ આઇ જી,એસ પી સહીતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો સ્ટેન્ડ બાઇ કરવામાં આવ્યા છે.