“અમદાવાદ” – સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા…

રવિવારે સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાંએ દર્દીને સારવાર ન મળતા મોત થયાનાં આક્ષેપ સાથે સિવિલનાં ટ્રોમા સેન્ટરનાં સ્ટાફ અને એક મહિલા ડોક્ટરને માર માર્યો હતો. જેના વિરોધમાં ડોક્ટરો કામ છોડી ટ્રોમા સેન્ટરની બહાર આવી ગયા હતા. સોમવારે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. જ્યારે પોલીસ દ્વારા એકની ધરપકડ અને છ લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ સિવિલના સત્તાધિશો અને પોલીસ દ્વારા ડોક્ટર્સે ને સમજાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ડોક્ટર્સે માંગણી મૂકી છે કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય અને તેમને પૂરતી સુરક્ષા નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.