અમદાવાદ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે નાસ્તાનું આયોજન…

અન્સારી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.અન્સારી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મણિનગર રેલ્વે ક્રોસીંગ ખાતે ડાકોર જતા પગપાળા યાત્રીઓનુ સ્વાગત કરી તેમને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજ યાત્રીઓના સ્વાગત માટે આવ્યા હતા. મુસ્લીમ સમાજ દ્વારા યાત્રીઓનું સ્વાગત કરાતા હિંદુ-મુસ્લીમ એકતાના દર્શન થયા હતા.