અમદાવાદ: કેફેમાં અજાણ્યા શખ્શો દ્રારા સ્ટાફ પર હુમલો…

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મોકા કેફેમાં અજાણ્યા શખ્શો દ્રારા સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. મોકા કેફેનો સ્ટાફ ક્રિકેટ રમી રહ્યો હતો તે જ સમયે અજાણ્યા શખ્શો દ્રારા તેમના ઉપર બેઝબોલ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ નજીકમાં પડેલ વાહનો અને ખુરશીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોધી ઓરોપીઓની તપાસ હાથ ધરી છે.