અમદાવાદ: પીવાનું પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદો મળવા છતા મ્યુનિ હવાતિયા મારી…

અમદાવાદના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદો મળવા છતા મ્યુનિ હવાતિયા મારી રહી છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પીવાના પાણી પ્રદૂષિત હોવાની ફરિયાદોમાં એકાએક ભારે ઉછાળો આવ્યો છે. પાણીના ટેસ્ટ માટે અગાઉ કરતાં ઓછા નમૂના લેવાયા છે અને તેમાં પણ અનફીટના સેમ્પલના પ્રમાણમાં ૪૦ ટકા જેવો મોટો વધારો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ક્લોરિન નીલ આવે છે. જેને લઇ મ્યુનિ. ના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં આ અંગે કમિશનરે હેલ્થ અને એન્જિનિયરિંગ ખાતાને કડક સૂચનાઓ આપી છે તેમજ ઝડપથી અને યોગ્ય રીતે ફરિયાદોનો નિકાલ કરવા સૂચના આપી હતી.