રાજકોટ: હવામાન વિભાગ તરફથી હિટવેવની આગાહી આપવામાં આવી…

રાજકોટ શહેરમાં વર્ષનું સૌથી ઊંચું તાપમાન 44 નોંધાતા હવામાન વિભાગ તરફથી હિટવેવની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે થી ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે. આ દરમિયાન ગરમીનો પારો 43 અને 44 ડિગ્રી સે. ની આસપાસ રહેશે. રાજકોટમાં આકરા તાપ તેમજ લૂને કારણે જન જીવનને અસર પહોંચી છે. ઉનાળાનો આકરો તાપ હોવાથી માર્ગો સુમસાન બની ગયા છે. ઉનાળાનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે હીટવેવ પૂરો થયા બાદ પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સે.ની આસપાસ રહેશે.