અમદાવાદ: 2.50 કરોડથી વધુની જૂની ચલણી નોટો ઝડપાઈ…

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં 2.50 કરોડથી વધુની જૂની ચલણી નોટો ઝડપાઈ છે. વસ્ત્રાપુર પોલીસે થલતેજ ચાર રસ્તા પાસેથી 7 લોકોને 2.37 કરોડ જ્યારે સરકારી વસાહત રોડ પરથી 4 લોકોને 20 લાખની જૂની ચલણી નોટો સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે થલતેજ ચાર રસ્તા પાસે સ્મશાન ગૃહ આગળ સર્વિસ રોટ પરથી ત્રણ કારમાં આવેલા 7 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2 કરોડ 37 લાખ 50 હજારની જુની ચલણી નોટો મળી આવી હતી. આ બાબતે પૂછપરછ કરતાં યોગ્ય આધાર પુરાવા રજૂ ન કરતાં પોલીસે તમામની 3 કાર, 9 મોબાઈલ મળી કુલ 2.54 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.