અમદાવાદ: પેટ્રોલની ચીટિંગ થતી હોવાની અરજી પોલીસ્ટેશનમાં દાખલ કરવામાં આવી…

બોપલ વિસ્તારમાં કિંજલ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલની ચીટિંગ થતી હોવાની અરજી પોલીસ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. અમરીશ પટેલ નામના શખ્સ દ્વારા 2000 હજાર રૂપિયાનું પેટ્રોલ પુરવાનું કહ્યું અને તેજ સમયે કાચ સાફ કરવા માટે એક યુવક આવ્યો. જેથી તે બેધ્યાન થતાં પેટ્રોલ પૂરનાર યુવકે 800 રૂપિયાનું પેટ્રોલ પુરી નોઝલ કાઢી લીધી હતી. પેટ્રોલ મીટર દ્વારા તેને જાણ થતાં. તેણે બિલ પણ માંગ્યું ત્યારે ખબર પડી હતી કે માત્ર 800 રૂપિયાનું જ પેટ્રોલ ભરાયું છે. જેને લઈને અમરીશ ભાઈ બોપલ પોલીસ મથક ખાતે અરજી કરવા પહોંચ્યા હતાં. હાલમાં બોપલ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.બીજી તરફ પમ્પ પરના સીસીટીવી ફૂટેજ અને બિલના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો સાચા ઠરે તો આવા પેટ્રોલ પંપથી લોકોએ જ સાવધ રહેવું હિતમાં ગણાશે.