“અમદાવાદ : પથ્થર અને પાઈપ વડે યુવકની હત્યા”

અમદાવાદ કુબેરનગરમાં પથ્થર પાઈપ વડે યુવકની હત્યા કરી ત્રણ શખ્શોએ આંતક મચાવ્યો હતો…અમદાવાદ શહેર ના સરદારનગર વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં મોડી રાત્રે ત્રણ શખ્શોએ દેવેન્દ્રભાઈ સોલંકી ની જાહેરમાં લોખંડની પાઈપ અને પથ્થર મારીને હત્યા કરી હતી. હુમલાખોરો એ હત્યા કર્યાબાદ આજુબાજુ ની દુકાનોમાં લુંટ કરવાની કોશિશ કરતા સ્થાનિકોએ તેમને પકડી ઢોર માર માર્યો હતો સુત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્રભાઈ ની પત્ની મીના અને અન્ય ચાર મહીલા ઓ ચાર દિવસ પહેલા રસોડાના કામ માટે મોડી રાતે રિક્ષામાં જઈ રહ્યા હતા તે સમયે આરોપી મુકેશ અને અન્ય શખ્સો એ તેમની સાથે બીભત્મ વર્તન કર્યુ હતુ અને મીનાબહેને આ લોકોને લાકડી વડે ફટકાર્યા હતા અને સરદારનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી હતી જેની અદાવત રાખી દેવેન્દ્રભાઈની હત્યા કરી દીધી હતી હાલ મુકેશ અને કિશન ની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે દેવેન્દ્રભાઈની લાશને પોસ્ટમોટમ માટે મોકલી આપી છે ત્યારે આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.