“અમદાવાદ યુનીવર્સિટી વિસ્તારના હુક્કાબારમાં રેડ”

અમદાવાદ યુનીવર્સિટી વિસ્તારના હુક્કાબારમાં રેડ પાડવામાં આવી હતી.અમદાવાદના પાસપોર્ટ ઓફિસ સામે આવેલી તુલસી હોટલની ઉપર આવેલા લોંજ 9 હુક્કાબારમાં યુનીવર્સીટી પોલીસે રેડ પાડી હતી, જેમાં રાજયના પૂર્વ મંત્રીની પુત્રીના દિયર ઉત્સવ પટેલના હુક્કાબારમાં રેડ પાડી ત્યારે બે યુવતી અને બે સગીરો તેમજ અન્ય 12 લોકો હુક્કાનો દમ મારી રહ્યા હતા. પોલીસે જણાવ્યુ કે, હુક્કાબાર અંગેની માર્ગદર્શીકાનું પાલન ન કરાતુ હોવાથી રેડ પાડી હતી.