અમદાવાદ : અમિતશાહનુ હજારો કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત…

યુપીની જીત પછી પહેલી વખત અમદાવાદ આવેલા અમિતશાહનુ હજારો કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયુ હતુ. 2017ની ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે જે સંદર્ભે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ પણ અમદાવાદ ખાતે આવ્યા હતા અને કાર્યકરોને પોતાની ચૂંટણી વ્યુહ રચનાની ઝલક આપી હતી. અમીત શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બુધવારે બુથ લેવલના હજારો કાર્યકરો પાસે ગુજરાતની આગામી ચુટણીમાં 150 થી વધારે બેઠકો પર વિજયનો સંકલ્પ લેવડાવ્યો હતો. વઘુમાં શાહે કહ્યુ કે પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક બાદ અને નોટબંધીના અદભુત નિર્ણય બાદ વડાપ્રધાન મોદીનો વિજયરથ વણથંભ્યો ચાલી રહ્યો છે આ વિજય રથને આપણે સૌ સાથે મળીને ગુજરાતમાંથી ઓરિસ્સા તરફ પ્રસ્થાન કરાવીશુ.