અમરેલી: ચેકીંગ કરતા વેપાર ઓમાં ફફડાત ફેલાયો…

બગસરા નગરપાલિકા ની ફ્રુડ શાખ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમા સઘન ચેકીંગ કરતા વેપાર ઓ મા ફફડાત ફેલાયો હતો. અમરેલી ના બગસરા માં સરકાર ના વર્તમાન સુચના મુજબ બગસરા નગરપાલિકા ના ચીફ ઓફિસર પ્રશાંત ભીંડી દ્વારા ફુડ શાળા ના ઇન્સપેકટર ભીખાભાઈ બાબરીયા તથા તેમની ટીમ ને સાથે રાખી ને શહેર મા આવેલ ફુડ ની વખારો શાક માર્કેટતેમજ શહેર મા આવેલ કેરી ના રસના સ્ટોલ ઉપર સઘન ચેકીંગ કરતા વેપાર ઓ ફફડાટ ફેલાયો જેમાં શહેર ની અનેક વખારો શાક માર્કેટ તેમજ દુકાનો લારીઓ તેમજ રસના સ્ટોલ ઉપર સઘન ચેકીંગ અખાદ્ય વસ્તુ જેવીકે કેરી દ્રાક્શ સંતરા ચીકુ વગેરે નો નાસ કરવા માં આવેલ અને શહેર મા અનેક વિસ્તારો મા કેરી ના રસના સ્ટોલ મા રસ બનાવવા માટે ની વપરાતી ચાસણી સહિત અખાદ્ય ફુડ આદાજે છસો કિલ્લો થી પણ વધુ નો નાશ કરવા માં આવેલ અને કેરી દ્રાક્શ સંતરા ચીકુ વગેરે ની વખારો ના માલિકોને સુચના આપેલ કે રોજેરોજના ખરાબ ફ્રુટ નો નાશ કરવા કડક સુચના આપેલ જો હવે પછી વખારો માંથી અખાદ્ય ફુડ પકડાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે.