અમદાવાદ : આંતકીને સાબરમતી જેલમાંથી ભગાડવામાં ભટકલે યોજના ઘડી હતી…

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન કરનાર આંતકીને સાબરમતી જેલમાંથી ભગાડવામાં ભટકલે યોજના ઘડી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાંચે આંતકવાદી ભટકલને બેરલ માર્કેટ સ્થિત અલ મહંમદ સોસાયટીમાં લઈને રિકન્ટ્રક્શન કરવા પહોંચી હતી જયાં આંતકવાદી યાસીન ભટકલે વર્ષ 2008માં પોતે જે મકાનમાં રોકાયો હતો તે મકાન ઓળખી બતાવ્યુ હતુ સાથે સાથે તે મકાનની આગળની દિવાલ નવી બની હોવાનુ પણ જાણવા મળ્યુ હતુ. ફેબ્રુઆરી 2012માં ઈન્ડીયન મુઝાયદ્દીનના આંતકવાદીઓનીસાબરમતી જેલમાંથી ભાગવા માટે 214 ફુટની સુરંગ પ્લાન નિષ્ફળ જતા યાસીન ભટકલે સાબરમતી જેલમાં હ્યુમન બોંબ એટેક કરી સાથીદારોને છોડાવવા પ્લાન બનાવ્યો હતો આ માટે ભટકલે અને અસદુલ્લા અખ્તરે પાકિસ્તાન બેઠેલા પોતાના પિતરાઈ ભાઈ રીયાઝ ભટકલ અને મિર્ઝા બેગસાથે ઓનલાઈન ચેટીંગ કર્યુ હતુ અને અસદુલ્લાને સુસાઈડ બોંબર બનવાની ઓફર પણ કરી હતી.