“દિલ્હી પબ્લિક સ્કુલ દ્વારા 1 એપ્રિલથી ફી વધારો”

ભરૂચના પગુથણમાં આવેલ દિલ્હી પબ્લિક સ્કુલ દ્વારા 1 એપ્રિલથી ફી વધારો જાહેર કર્યો છે… જે સામે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ વિરોધ વ્યક્ત કરી જીલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર પાઠવ્યુ છે. ભરૂચની અન્ય શાળાઓ કરતા વધારે ફી હોવાનુ સામે આવ્યુ છે.છેલ્લા ચાર વર્ષથી કાર્યરત દિલ્હી પબ્લિક સ્કુલ દર વર્ષે ફી માં વધારો કરી તગડી ફી ની વસુલાત કરે છે અને ધારા-ધોરણ મુજબ કરતા વધારે ફી લેવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.દિલ્હી પબ્લીક સ્કુલના ફી વધારા સામે વિરોધ વ્યક્ત કરી વાલીઓએ જીલ્લા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર આપ્યુ હતુ. તેમજ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી વાલીઓ દ્રારા કરવામાં આવી હતી.