અરવલ્લી: દિવ્યાંગ માર્ગદર્શક કેમ્પ અને સન્માન કાર્યક્રમ યોજાયો…

અરવલ્લી જિલ્લાના વડાગામના જલારામ મંદિર ખાતે દિવ્યાંગ માર્ગદર્શક કેમ્પ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ પાસે આવેલ જલારામ મંદિર ખાતે દિવ્યાંગ માર્ગદર્શક કેમ્પ યોજાયો હતો. જેમા જિલ્લામાથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. દિવ્યાંગોને કાયદા સાથે સ્વરોજગારની માહિતી આપવામાં આવી હતી.તેમજ પુંસરી ગામનો વિકાસ કરી ગુજરાત ભરમા પુંસરીનું નવુ મોડલ બનાવનાર પૂર્વ યુવા સરપંચનું ભાજપ યુવા મોર્ચાના મંત્રી પદે નિમણૂંક થતા તેમનુ સન્માન દિવ્યાંગ મંડળના કાર્યકરે કર્યુ હતુ.