“ઓસ્ટ્રેલિયા” – ના મીડિયાએ ફરી એક વખત ભારતીય સુકાની વિરાટ કોહલીનું અપમાન

ઓસ્ટ્રેલિયાના મીડિયાએ ફરી એક વખત ભારતીય સુકાની વિરાટ કોહલીનું અપમાન કર્યુ છે.ત્રીજી ટેસ્ટમાં પરાજય મણ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ અને ઓસ્ટ્રેલિયાની મીડિયા જાણે કે દબાણ હેઠળ આવી ગયું હોય તેમ વિરાટને ગેમથી ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલાં વિરાટ વિશે એલફેલ બોલનારા ઓસ્ટ્રેલિયાના મીડિયાએ ફરી એક વખત વિરાટ કોહલી ઉપર પોતાના શબ્દબાણ વરસાવ્યા છે. ડેઈલી ટેલિગ્રાફ નામના અખબારે વિરાટ કોહલીને વૈશ્વિક રમતોમાં ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યો હતો. તે ટ્રમ્પની જેમ ખોટા દાવાઓ કરીને લોકોને બદનામ કરે છે. ઓસ્ટ્રેલિયાના અખબારના આવા આરોપ બાદ અમિતાભ બચ્ચન પણ વિરાટના બચાવામાં આવી ગયા હતા અને વિવાદ વધી ગયો હતો.