બનાસકાંઠા- રિંછે હુમલો કર્યો જેમાં બે વ્યક્તિનું મોત થયું અને બે ઘાયલ…

બનાસકાંઠાના દાંતા તાલુકાના ખાપરા-કાનસા ગામે રિંછે હુમલો કર્યો હતો.વહેલી સવારે ગામમાં પ્રવેશી રિંછે હુમલો કર્યો હોવાની ધટના સામે આવી હતી.રિંછના આ હુમલામાં ગામના  બે વ્યકતિઓના મોત નીપજયા હતા.જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ધાયલ થઇ હતી.ધાયલ વ્યક્તિઓને સારવાર માટે દાંતા સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવથી વન વિભાગ તંત્રે અજાણ હોવાનો દાવો કર્યો હતો તેમજ આ બનાવના પગલે ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે અને ગામની સુરક્ષા  માટે યોગ્ય પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.