બનાસકાંઠા : પાલનપુર-ડીસા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બનાવા પામી….

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બનાવા પામી હતી.પાલનપુર-ડીસા હાઈવે પર વહેલી સવારે બાઈક પર એક શિક્ષક દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા પ્રહલાદભાઈ જોષી નામના યુવાન શિક્ષકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે તેવોની પત્નિને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.અક્સામત સર્જી વાહનચાલક ફરાર થઈ જતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.