બનાસકાંઠા: સુભાષ કો.ઓપરેટીવ સોસાયટીમાં નાણાકીય ગેરરીતી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી…

બનાસકાંઠા જીલ્લામાં વર્ષોથી કાર્યરત સુભાષ કો.ઓપરેટીવ સોસાયટીમાં નાણાકીય ગેરરીતી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સુભાષ કો.ઓપરેટીવ સોસાયટીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ દીપચંદભાઈ છીપા દ્વારા ૬૭ લાખ ૨૨ હજાર ૭૮૬ રૂપિયાની ઉચાપત આચરવામાં આવી છે. આ અંગે જીલ્લા રજીસ્ટારે સોસાયટીની કમિટીને ઉચાપત કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જિલ્લા રજીસ્ટારનો આદેશ હોવા છત્તા હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે સુભાષ કો.ઓપરેટીવ સોસાયટીના વર્તમાન ચેરમેનનો સંપર્ક કરતા તેમને આ અંગે જાણકારી હોવા છતાં તેમની સામે ફરિયાદ કરવાની સત્તા તેમનામાં ન આવતી હોવાનો સ્વીકાર કર્યો હતો અને ઉચાપતમાં ગયેલી રકમની રીકવરી કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ કિસ્સામાં સંચાલક મંડળ અને રજિસ્ટ્રારની ઢીલી કાર્યવાહી સામે પણ અનેક સવાલો લોકમાં ઉઠવા પામ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોના પૈસા ચાઉ કરી જનારા શખ્સો સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે.