બારડોલી: ટેમ્પોના ચાલક-ક્લિનર પોલીસને જોઇ અંધકારમાં ફરાર…

બારડોલી ટેમ્પોમાં ભરેલા 13 ગાય-વાછરડા પોલીસે મુક્ત કરાયા, ટેમ્પોના ચાલક-ક્લિનર પોલીસને જોઇ અંધકારમાં ફરાર થયા. ઇસરોલી ગામની સીમમાંથી 13 ગાય અને વાછરડા ભરેલો છોટાહાથી ટેમ્પો પોલીસે ઝડપી પાડયો હતો. ટેમ્પોચાલક અને ક્લિનર પોલીસને જોતાં ભાગી ગયા હતાં. પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસે ટેમ્પાની તલાસી લેતાં 13 ગાય-વાછરડાને ટુંકા દોરડા વડે એકબીજા પર બાંધેલા હતા. પોલીસે પશુક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.