“ભારત મુક્તિ મોર્ચા દ્વારા રાષ્ટ્રવાદી લોકતંત્ર બચાવો આંદોલન”

ભારત મુક્તિ મોર્ચા દ્વારા રાષ્ટ્રવાદી લોકતંત્ર બચાવો આંદોલન યોજવામાં આવ્યુ હતુ. અમદાવાદના સરદાર બાગ ખાતે ભારત મુક્તિ મોર્ચા દ્વારા 550 જીલ્લા ઓમાં લોકતંત્ર બચાવો આંદોલન કરવામાં આવ્યુ હતુ જેમા ઈ.વી.એમ હટાવો, મતપત્ર લાવો અને લોકતંત્ર બચાવો જેવી માંગણીઓ કરવામાં આવી હતી અને જો આ માંગણીઓ નહી સંતોષાય તો દેશભરમાં રસ્તા રોકો, જેલભરો અને રેલ રોકો જેવા જલદ આંદોલન કરવામાં આવશે. આ આંદોલન માં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્રારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.